પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદનો એક દિવસીય પ્રવાસ સંપન્ન

પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદનો એક દિવસીય પ્રવાસ સંપન્ન

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્ષ 2007 થી પ્રિન્ટિંગ વ્યવસાય સાથે સંકળાયેલા વહેપારી મિત્રોનું ચાલતું સંગઠ્ઠન પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદમાં 150 થી વધુ સભ્યો ધરાવે છે. વર્ષમાં એક પ્રવાસ અને વ્યવસાયને પ્રમોટ કરવા વિવિધ વિષયોને  સાંકળતી મિટિંગોનું આયોજન કરવામાં આવે છે. કોરોના કાળથી પ્રવાસથી વંચિત રહ્યા હતાં. તા. 18 સપ્ટેમ્બર 2022 ને રવિવાર ના રોજ એકદિવસીય પ્રવાસ પાવાગઢ, ગળતેશ્વર, ડાકોર નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસમાં 50 સભ્યોએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શનિવાર રાત્રે 1 કલાકે અમદાવાદથી બસ ઉપાડવામાં આવી હતી. નક્કી કરેલ સમય કરતાં અગાઉ સૌ સભ્યો સ્ટાર્ટ પોઇન્ટ પર હાજર થયા હતા જે આનંદ સાથે ગૌરવપ્રદ વાત છે. વહેલી સવારે 5 કલાકે પાવાગઢ મુકામે પહોંચીને ગરમાગરમ ભજીયાંનો નાસ્તો કરીને સૌ માં મહાકાળી ની જય બોલાવીને પાવાગઢ આરોહણ કરીને માતાના દર્શન કરીને કૃતજ્ઞ થયા હતા. ટોચ ઉપર પહોંચ્યા પછી જાણે સ્વર્ગમાં આવી ગયા તેવો અનુભવ કર્યો હતો. બપોર જમીને 2 વાગે આગળનો પ્રવાસનો આરંભ કરીને 4 વાગે ગળતેશ્વર મહી નદીમાં સૌએ 1 કલાક સુધી સ્નાન કર્યું હતું. ત્યાર બાદ ડાકોર પહોંચીને ભગવાન રણછોડરાય દર્શન કરીને સાંજનું હળવું ભોજન લઈને રાત્રે 11 કલાકે અમદાવાદ પરત પહોંચ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન ભોજનના સ્પોન્સરર  એસોસિએશનના ઉત્સાહી યુવા સભ્ય ગાયત્રી ઇમ્પ્રેશનના ઓનર મયુર માળી તેમજ ભાગ લેનાર તમામ સભ્યોનો એસોસિએશનના પ્રમુખ મુકેશ પડસાળા(સ્મૃતિ પ્રિન્ટર્સ) અને મંત્રી ભરત પટેલ(શ્રી ગ્રાફિક્સ) અંતઃપૂર્વક આભાર વ્યક્ત કરે છે. 








હું મયુર માળી પ્રો. ઓફ શ્રી ગાયત્રી ઇમ્પ્રેસન તારીખ ૧૮-૦૯-૨૦૨૨ રવિવારના રોજ પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદ ના પ્રમુખ શ્રી મુકેશભાઈ પડસાળા અને મંત્રી શ્રી ભરતભાઈ પટેલ પાવાગઢ ખાતે ૧ દિવસ પ્રવાસનું ખુબ સરસ આયોજન કર્યું હતું. મારા શરીર જોઈન્ટ બોલ માં પ્રોબ્લમ હોવા છતાં મેં પગે ચાલીને પાવાગઢ ચઢીને ખુબજ મજા માણી હતી. પ્રિન્ટર્સ એસોસિએશન બધા સભ્યો નો ખુબખુબ ધન્યવાદ કહેવા માંગુ છું. 

-આપનો  મયુર માળી


હું રાજેશ પટેલ ' ગણેશ ગ્રાફિક્સ - ઓઢવ .

કોરોના પછી લાંબા વિરામ પછી પ્રિન્ટર્સ એશોસીયેશન ના વડીલ શ્રી મૂકેશભાઈ પડશાળા' શ્રી ભરતભાઈ ' શ્રી જીતુભાઈ શ્રી મયુરભાઈ અને અન્ય યુવાન મિત્રો સાથે એક દિવસમાં પાવાગઢ, ગલતેશ્વર અને ડાકોર ગયા અને મજા કરી તે ભૂલી શકું તેમ નથી અને ચાલતા પાવાગઢ ચઢીને નીચે ઉતરવાની મજા જ કંઈક અલગ હતી. બધાનો હૃદયપૂર્વક આભાર.


પ્રવાસ ખરેખર મજાનો અને સરસ રહ્યો. ખાસ તો ઘણા લોકો સાથે ઘણા વર્ષો પછી, તેમજ ઘણા લોકો સાથે પહેલી વારની મુલાકાત યાદગાર રહી ...જાણકારી મળી કે આ વ્યક્તિ પણ આપણા ફિલ્ડ ના જ છે. પ્રવાસમાં અગવડ અને સગવડ તો ચાલ્યા કરે, એમાંથી તો અનુભવ નુ સર્જન થાય છે.
       ધંધા માંથી સમય કાઢીને પ્રકૃતિ  ના સાનિધ્યમાં નવીન મિત્રો તેમજ ગ્રુપ સાથે મજાક, મસ્તી,સમય કાઢવો ખરેખર જીવનનું આલ્હાદક સંભારણું રહેશે. ભવિષવ્યમાં નવીન જગ્યાએ ફરી નવા નવા સંભારણા ની અપેક્ષા એ....
દરેક સભ્ય મિત્રો અને આયોજક મિત્રોને દિલ થી ધન્યવાદ...🙏🏼

JAI SIGNAGE... બાપુનગર 
મિલિન્દ ગજભીયે


વાહ સર, આપે તો આ પ્રવાસ ને ખરેખર યાદગાર બનાવી દીધો... પ્રવાસમાં નહી આવનાર મિત્રો ને કદાચ અફસોસ થશે.. આપ સૌ આયોજક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન.. 🙏
Bhavesh, Kiran
RAMDEV PRINTERS Bapunagar


પ્રવાસ હંમેશા યાદગાર હોય છે. પ્રવાસ દરમ્યાન આપણને નવુનવું જોવા અને જાણવા મળે છે. પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. સૌદર્યને નિહાળવાની આપણી દૃષ્ટિ વિકસે છે. આપણને નવું નવું જોવા અને જાણવા મળે છે.પ્રવાસે જઈએ ત્યાં કોઈ વાર જમવાનું સારું ન મળે તો કોઈ વાર બસ ખોટકાઈ જાય. પણ આવી થોડીઘણી અગવડો જ આપણા પ્રવાસને રોમાંચક બનાવે છે. આ પ્રવાસમાં અમને અમારામાં રહેલી હિંમત, સહનશક્તિ અને ભાઈચારાનો અનુભવ પણ થયો. આમ, આ પ્રવાસ મારો એક યાદગાર પ્રવાસ બની રહ્યો.  પ્રિન્ટર્સ એસોસિએશન અમદાવાદ પ્રમુખ શ્રી મુકેશભાઈ પડસાળા અને મંત્રી શ્રી ભરતભાઈ પટેલ  પાવાગઢ ખાતે ૧ દિવસ પ્રવાસનું ખુબ સરસ આયોજન કર્યું હતું. આપ સૌ આયોજક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન..
Sanju Patel, Sun Graphics


રૂટીન માં એક દિવસ નો વિરામ આપી .....નવીન અનુભવ એ આ પ્રવાસમાં એહસાસ થયો હોય એવું સંભારણું સદાય એસોસિયેશન ના પ્રમુખ તેમજ અન્ય સભ્યો આયોજન કરતા રહે તેવી શુભેચ્છા સહ..... રંગોલી ગ્રાફિક્સ .....લલિત પ્રજાપતિ........










Comments