પારેવડા ગ્રુપ દ્વારા 2000 થી પણ વધારે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

પારેવડા ગ્રુપ દ્વારા 2000 થી પણ વધારે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ

પારેવડા ગ્રુપ દ્વારા ગતરોજ રવિવાર તથા આજરોજ સોમવારના રોજ સવારે અબોલજીવોની સેવા અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં શાતા મળી રહે તે હેતુથી અમદાવાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિકોલ, ટાઉન પ્લાઝા, કૃષ્ણનગર તથા નિકોલ નરોડા રોડ એમ વિવિધ વિસ્તારમાં મળીને 2000 થી પણ વધારે પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના આગેવાન મિત્રો તથા સ્વયંસેવક મિત્રો ઉપરાંત સ્વામિનારાયણ ગુરુકુળના સંતો તથા હરીભક્તો હાજર રહી કુંડાનું વિતરણ કર્યું હતું. સાથે સાથે લોકોને પોતાના ઘરની અગાશી કે બાલ્કનીમાં તથા દિવાલ ઉપર સ્વચ્છ પાણીના કુંડા નિયમિત રીતે ભરવા માટે જણાવી જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું.









Comments