"વાંચે વિશ્વ પુસ્તક પરબ" ના સળંગ ને સતત આજે 64 રવિવાર પૂરા થયા.
કુલ 50 પુસ્તકો વાંચવા ગયા.
અને,40 વંચાઈ ને પરત આવ્યા.
તો આશરે 50 થી વધારે સફારી ના અંકો અને સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો ચિરાગભાઈ ત્રિવેદી (સી.જી. રોડ) તરફથી ભેટ મળ્યા.
ચિરાગભાઈ,તીર્થ,નિલેષભાઈ, વિકિભાઈ વગેરે કાર્યકર્તા મિત્રોનો પરબ પર સહયોગ રહ્યો.
ગરમી આજે ખૂબ હતી.ગરમીમાં પણ સંયુક્ત રીતે ગમતા કાર્ય નો ગુલાલ કર્યો.



આ ઈશ્વરીય કાર્યમાં આપના કિંમતી સમયનો સહવાસ અમને સૌ કાર્યકર્તાઓને ગમશે તો અવશ્ય પધારશો.
ઘરે વસાવેલા પુસ્તકોનો મોહ છૂટી ગયો હોય અને તે પુસ્તક પ્રત્યે કોઈ ને મોહ થાય તેમ ઈચ્છતા હોવ તો અહીં "વાંચે વિશ્વ પુસ્તક પરબ" પર મૂકી શકો છો. અને અહીં થી મોહ છૂટી ગયેલા પુસ્તકો પ્રત્યે મોહ લગાડી શકો છો...

પૈસા ની કોઈ લેવડ દેવડ થતી નથી બધું ફ્રી જ આપવા લેવાનું છે...




આજે વિશ્વ માતૃ દિવસ..





સૌ માતૃશક્તિ ને વંદન "માં" શારદા ને વંદન..

આજે ગરમીની છત્રીના 2 સ્ટેન્ડ Satish Panchal ભાઈ એ તેમના કારખાને બનાવી આપ્યા. પરબ વતી ખૂબ ખૂબ આભાર વ્હાલા....

આજે મિત્રો Ramesh Patel , PatelUmesh , Chintan Mistry , Jitendra Patel પુસ્તક પરબ પર પધાર્યા તેનો આનંદ...

દર રવિવારે સવારે 8 થી 11 રાજીવપાર્ક સોસાયટી ના નાકે, મણિબા સ્કૂલ પાસે, સરદાર ચોક, કૃષ્ણનગર, અમદાવાદ.
Harsh Patel
+91 97249 55490
Comments
Post a Comment