જ્યાં નથી ત્યાં પુછો પાણીની શું કિંમત છે...
વાત નાનકડી પણ અગત્યની. પાણીની મુશ્કેલીની એક વાત કોઈએ કરેલી.
કચ્છનો રાપર વિસ્તાર. પહેલાં પાણીને લઈને ઘણી તકલીફ વેઠતો. પીવાના પાણીની પણ મુશ્કેલી. લોકો નિયમીત નાહવા ધોવાનું ન કરે. અને જ્યારે નાહવાનું કરે ત્યારે ખાટલામાં બેસી સ્નાન કરે અને ખાટલા નીચે મોટુ વાસણ રાખે જેથી નાહ્યાનું પાણી એ વાસણમાં ભરાય જેને ઘર આગળ કરેલા વૃક્ષો કે વાસણ ધોવા માટે વપરાતા બે પાણીમાંથી એક પાણી માટે વાપરી શકાય.
અમે ઉત્તર ગુજરાતમાં તળાવો ઊંડા કરવાના કાર્યો કરીએ. બનાસકાંઠામાં 2015થી ગામની ભાગીદારીથી તળાવો કરીએ. આ વર્ષે આ અભિયાન ફક્ત બનાસકાંઠા પુરતુ સમિતિ ન રાખતા પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ જલમંદિરો બાંધી આગળ વધાર્યું.
બનાસકાંઠાનું મુડેઠા. ત્યાં અમે મહેન્દ્રબ્રધર્સ અને ગ્રામજનોની ભાગીદારીથી તળાવ ઊંડુ કરવાનું શરૃ કર્યું. ગામના ખેડૂતોની લાગણી તળાવનું કામ વધારે ઊંડુ થાય એવી હતી. જો સરકાર આ કાર્યમાં ભાગીદારી કરે તો સંસ્થા, સરકાર, ગ્રામજનોની ભાગીદારીથી સરસ કામ થઈ શકે.
પણ આનંદ હવે ગામો પાણી માટે જાગૃત થયા એનો છે.. બસ પાણીને લઈને ખુબ કામ થાય તેમ ઈચ્છીએ જેથી આપણી પાણી બેંક વર્ષો પહેલાં ભરાયેલી હતી તેવી રહે...
આભાર મહેન્દ્ર બ્રધર્સ, આદરણીય વિક્રમભાઈ, મીલનભાઈ, સૌનકભાઈ સૌ પરિવારજનોનો...
Comments
Post a Comment