શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિર, ઘનશ્યામનગરમાં બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો અમૃત મહોત્સવ (ત્રિદિનોત્સવ) પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દબદબાભેર મંગલ પ્રારંભ કરાયો…

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત, શ્રી સ્વામિનારાયણ મંદિર, ઘનશ્યામનગરમાં  બિરાજમાન શ્રી ઘનશ્યામ મહારાજનો અમૃત મહોત્સવ  (ત્રિદિનોત્સવ) પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં દબદબાભેર મંગલ પ્રારંભ કરાયો…


શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામનગરમાં ભવ્ય નગરયાત્રા આયોજન કરાયું..

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામનગરની ગૌશાળાને  માતબર દાન .....

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, ઘનશ્યામનગર મુમુક્ષુઓનું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. 


શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર, ઘનશ્યામનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજને બિરાજમાન કર્યા ચાલુ વર્ષે ૭૧ વર્ષ પૂર્ણ થાય છે તે પ્રસંગે શ્રી ઘનશ્યામ મહારાજનો અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવનો મંગલ પ્રારંભ શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો.

આ મહોત્સવ કુલ ત્રણ દિવસનો રાખવામાં આવ્યો છે. આ મહોત્સવમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ, શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, પૂજન , અર્ચન, નગરયાત્રા, ભકિત સંગીત વિગેરે ભક્તિ સભર કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યાં છે. 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા ઘનશ્યામનગરમાં ભવ્ય નગરયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં શ્રી સ્વામિનારાયણબાપા સ્વામીબાપાને કલાત્મક રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. દેશ વિદેશના હરિભક્તો તથા નગરવાસીઓએ પર ઉલ્લાસભેર દર્શનનો લ્હાવો લીધો હતો.





શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં ઘનશ્યામનગરની ગૌશાળાને માતબર દાન પણ કરવામાં આવ્યું.

આ પાવનકારી અવસરે પરમ પૂજ્ય જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે દિવ્ય આશીર્વાદમાં જણાવ્યું હતું કે આપણાં જીવનને સુંદર, સુશીલ, ગુણમય, આનંદમય બનાવવા માટે ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ મંદિરોના નિર્માણ કર્યા છે. જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે ઘનશ્યામનગરમાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા છે. મોક્ષના દાતા સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાની પ્રાપ્તિ થઈ છે તો ભગવાનનો વધુને વધુ મહિમા સમજીને જીવનમાં ભક્તિ કેળવવી.આ મહોત્સવનો લ્હાવો દેશ વિદેશના ધણી મોટી સંખ્યામાં હરિભક્તો પરમ આનંદભેર માણી રહ્યા છે.



Comments