મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કચ્છ ખાતે યોજાયેલ ૨૬ દિવસીય બ્રહ્મસત્રની પુર્ણાહુતિ ....

 મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કચ્છ ખાતે યોજાયેલ ૨૬ દિવસીય બ્રહ્મસત્રની પુર્ણાહુતિ ....


મંદિરોનાં પાટોત્સવ, જીવનઘડતર, વ્યસનમુક્તિ, સંસ્કાર શિક્ષણ સિંચન, પર્યાવરણ રક્ષણ શિબિરો, પશુઓને ઘાસચારાનું વિતરણ વગેરે વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાયા......



મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સંતમંડળ સહિત કચ્છ પ્રદેશમાં ૨૬ દિવસીય વિચરણ કરી બ્રહ્મસત્રની પુર્ણાહુતિ કરવામાં આવી હતી.

બ્રહ્મસત્ર દરમ્યાન શ્રી સ્વામિનારાયણ મંદિર, નારાણપર, માધાપર, સુખપર, ભારાસર, (બળદિયા) વૃષપુર, માનકુવા, કેરા અને (દહીંસરા) ઘનશ્યામનગરના મંદિરોના પાટોત્સવની ઉજવણી, પશુઓને માટે ઘાસચારાનું વિતરણ, જીવનઘડતર, વ્યસનમુક્તિ, સંસ્કાર શિક્ષણ સિંચન, પર્યાવરણ રક્ષણ શિબિરો, સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી -  વચનામૃત, શ્રી જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રીની વાતો તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણો, સત્સંગ શિબિરો, કીર્તન ભક્તિ જેવા વૈવિધ્ય સભર શિબિરોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.



સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ શ્રી અબજી બાપાશ્રી તેમજ શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ જે કેડી કંડારેલ તે કેડીએ સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવેલ હતો. મનુષ્યમાં સ્નેહ, સંપ, સહકારનું સર્જન થાય તેમજ વેરઝેર વૈમનસ્યનું વિસર્જન થાય તે માટે ખાસ જીવનઘડતરની સત્સંગ શિબિરો પણ યોજાઈ હતી.

આ પ્રસંગે વરિષ્ઠ સંતમંડળમાં મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મહામુનીશ્વરદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી, સં.શિ. શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી, સં.શિ. શ્રી સત્યપ્રકાશદાસજી સ્વામી વગેરે સંતમંડળની ઉપસ્થિતિમાં કચ્છ ખાતે યોજાયેલ ૨૬ દિવસીય બ્રહ્મસત્રની પુર્ણાહુતિ થઇ હતી.

બ્રહ્મસત્રમાં ગામો ગામના હરિભક્તો, દેશ પરદેશના હરિભક્તો, મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ બ્રહ્મસત્રનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવ્યું હતું.

-મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી

Comments