YHAI જુનાગઢ યુનિટ દ્વારા નાઈટ વિથ ડિનર એન્ડ કરાઓકે મ્યુઝિક કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો

YHAI જુનાગઢ યુનિટ દ્વારા નાઈટ વિથ ડિનર એન્ડ કરાઓકે મ્યુઝિક કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો





જુનાગઢ યુનિટ દ્વારા ગયા શનિવાર અને રવિવારનો ફાર્મ હાઉસ નાઈટ વિથ ડિનર એન્ડ કરાઓકે મ્યુઝિક કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો. ખૂબ જ વરસાદ અને ઠંડુ વાતાવરણ હોવા છતાં કાર્યક્રમમાં રજીસ્ટ્રેશન કરાવનાર સભ્ય શ્રી નો ઉત્સાહ માં કોઈપણ જાતની કમી જોવા ન મળી. કેતનભાઇ દ્વારા બનાવેલ ભાજી વિથ સ્મોકિં ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ રહી સાથે જ હંમેશની જેમ ચા તથા કોફી નો આનંદ પણ માણ્યો. રાત્રે જમણ પછી અમારા મેમ્બર  દીપકભાઈ પારેખ દ્વારા કરાઓકે મ્યુઝિક નો આનંદ પણ માણ્યો. આમારા કાર્યક્રમ ના  મહેમાન તરીકે આવેલા શ્રી જીતેશભાઈ મહેતા દ્વારા પણ કરાઓકે ગીત સંગીતની ખૂબ જ સુંદરતાપૂર્વક રજૂઆત કરવામાં આવી.  સવારના 7:30 સુધી ગીત સંગીતની મજા માણીયા બાદ સવારનો ચા નાસ્તો કરી ફાર્મ હાઉસ થી વિદાય લીધી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સભ્યો શ્રી નો ખુબ ખુબ આભાર. સંગીત સંધ્યા માટે દીપકભાઈ પારેખ તથા ઋતુ બેન પંડિત અને અન્ય ઉભરતા કલાકારો કે જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. અને છેલ્લે આટલો વરસાદ હોવા છતાં પોતાના જુસ્સામાં કોઈપણ જાતની કમી દેખાડ્યા વગર કાર્યક્રમ કરવો જ છે એવો દૃઢ નિર્ધાર લઈ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી કેતનભાઇ મહેતા નો ખુબ ખુબ આભાર.. ખાસ આભાર આપણા  રાજય શાખા ના EPC કમીટી  મેમ્બર જીતેન્દ્ર સિંહ ચૌહાણ નો કે જેને આખુ ફાર્મ હાઉસ જુનાગઢ યુનિટ ને  24 કલાકે માટે સોપી દીધું.

Comments