ખોડલધામ ટ્રસ્ટ અમદાવાદ શહેર જિલ્લા સમિતિની પ્રથમ મિટિંગ સંપન્ન
ખોડલધામ ટ્રસ્ટ અમદાવાદ શહેર જિલ્લા સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ મોરાડિયા, મંત્રી શ્રી અશોકભાઈ ભવાણી, સમાજ આગેવાન શ્રી ભાનુભાઇ કોઠીયા, પૂજ્ય હરદાસ બાપુના પૌત્ર શ્રી મુકેશ પડસાળા, બાપુનગર મહિલા બેંકના લીગલ ઓફિસર શ્રી છગનભાઇ ધામેલિયા, મુકેશ પાંચાણી, મનસુખભાઈ, ધાર્મિક, હાર્દિક તથા મુકેશ પાસાની અન્ય આગેવાનોની પ્રેરક ઉપસ્થિતિમાં ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમ નિકોલ ખાતે તા. 1-5-2023 ને સોમવાર ના રોજ રાત્રે 9 કલાકે યોજાયેલી બેઠકમાં નિકોલ વિસ્તારની જુદી જુદી સોસાયટીના 30 વધુ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદમાં ખોડલધામ ટ્રસ્ટ નું સંગઠનનું માળખું કઇરીતે તૈયાર કરવું તે બાબતે સૌ કોઈએ પોતાના વિચારો રજૂ કર્યા. ખોડલધામ ટ્રસ્ટ અમદાવાદ શહેર જિલ્લા સમિતિ આગામી દિવસોમાં કઇરીતે કાર્ય કરશે તે બાબતે આગેવાનોએ ચર્ચા કરી ને અંતે આગામી દિવસોમાં નિકોલમાં વિવિધ વિસ્તારોમાં મીટીંગો બોલાવી તે બાબતે ચર્ચા કરીને છુટા પડ્યા.
Comments
Post a Comment