સમાજના તેજસ્વી તારલાઓ જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તા. 6-5-2023 ને શનિવારના રોજ સાંજે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઝાલાવાડીયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

સમાજના તેજસ્વી તારલાઓ આપણા સમાજનું નામ રોશન કરી શકે અને જીવનમાં પ્રગતિના નવા શિખરો સર કરી શકે તેવા ઉત્તમ ઉદ્દેશ્ય સાથે તા. 6-5-2023 ને શનિવારના રોજ સાંજે સૌરાષ્ટ્ર પટેલ સમાજના અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિમાં ઝાલાવાડીયા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.







સૌરાષ્ટ્ર પટેલ સમાજના ઇતિહાસમાં તા. 6 મે 2023 સોનેરી અક્ષરે લખાશે સૌથી મોંઘી રિટર્ન ગિફ્ટ રૂપિયા સાડા બાવીસ કરોડની શૈક્ષણિક સખાવત કરનાર સ્વ. મધુભાઇ કરશનભાઈ  કપોપરા પરિવારના જયેષ્ઠ દીકરા મનસુખભાઇ ના જન્મ દિવસે સૌરાષ્ટ્ર પટેલ સમાજના દીકરા દિકરીઓના ઉજ્જવળ કારકિર્દી માટે નિકોલ અમદાવાદ ખાતે નવ નિર્મિત કન્યા છાત્રાલય માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા ના આદ્યસ્થાપક શ્રી મગનભાઈ રામાણી અને સમગ્ર ટીમને કોટી કોટી અભિનંદન જ્યાં વર્ષો પહેલાં પૂજ્ય હરદાસ બાપુએ સમાજને આપેલ સૂત્ર શિક્ષણ એ જ રામબાણ ઈલાજ સાર્થક થઈ રહ્યું છે. સમાજના ભામાશા સ્વ. મધુભાઈ કરશનભાઇ કપોપરા ના દીકરાઓ મનસુખભાઇ, હિંમતભાઇ તથા પ્રવીણભાઈ ને સંસ્થા વતી સંસ્થાના પ્રમુખ મગનભાઈ રામાણી અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલના હસ્તે મોમેન્ટો, ગુલાબનો મોટો હાર પહેરાવીને શાલ ઓઢાડીને  ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. 

અમદાવાદ ખાતે સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રતિભાસંપન્ન તારલાઓ જીવનમાં ઉતરોત્તર પ્રગતી કરીને સમાજનું નામ રોશન કરે તેવા ઉત્કૃષ્ટ ધ્યેય સાથે "શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ-નરોડા દ્વારા ઝાલાવાડીયા કુમાર છાત્રાલયના લોકાર્પણ" નિમિતે જે લોકોએ ઉદાર દિલે ફાળો આપી કાર્યક્રમ ને સફળ બનાવ્યો છે, તેવા તમામ દાતા શ્રીઓ, ભામાધીઓ, ટ્રસ્ટીગણો તેમજ યુવાનો તથા ઘરજોગ મિત્રોને સમગ્ર નિકોલ નરોડા સૌરાષ્ટ્ર પટેલ સમાજ વતી ખુબ ખૂબ અભિનંદન.

આવો જ સાથ અને સહકાર આપણા નિકોલ નરોડા સમાજને આપતા રહેશો તેવી અભિલાષા.

સમાજના પ્રતિભાશાળી યુવાઓને ઉત્તમ સુવિધાઓ મળી રહે તેવા ધ્યેય સાથે ગતરોજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ નિકોલ નરોડા દ્વારા ઝાલાવાડીયા કુમાર છાત્રાલયના લોકાર્પણ પ્રસંગની ઝલક




એક કરોડથી વધુ રકમના દાતાઓને સ્પેશ્યલ શણગારેલી જીપમાં સભા મંડપ સુધી વાજતે ગાજતે લઇ આવ્યા હતા. 













Comments