શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુ.કે.માં આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિત ભક્તિસભર પરમ ઉલ્લાસભેર સ્વાગત કરાયું.....

 શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુ.કે.માં આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિત ભક્તિસભર પરમ ઉલ્લાસભેર સ્વાગત કરાયું.....


લંડન, યુકેની ભૂમિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ચતુર્થ વારસદાર એટલે શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુકજીવન સ્વામીબાપાના પદરજથી પાવન બનેલી તે ધરા પર અનુગામી શ્રી વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે ભવ્ય અને દિવ્ય અક્ષરધામ તુલ્ય શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન મંદિરનું નિર્માણ કર્યું. જે સમગ્ર યુરોપમાં સિસ્ટિન ચેપલથી વિખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તથા આધ્યાત્મિક, નૈતિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક ,સામાજિક, ધાર્મિક વગેરે પ્રવૃતિઓનું કેન્દ્ર છે. મંદિરો એટલે માનવસુધારણાનું કેન્દ્ર સ્થાન છે. મુમુક્ષુ આધ્યાત્મિક માર્ગે આગળ વધે તેવા શુભ હેતુ સર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ  શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિત દેશ વિદેશમાં અવિરત સત્સંગ વિચરણ કરે છે.

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન - યુ.કે.માં વસતા શ્રદ્ધાળુ હરિભક્તોએ સાથે મળી શ્રી સ્વામિનારાયણ ગાદીના  આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજનું સંત મંડળ સહિતનું પરમ ઉલ્લાસભેર ભક્તિભાવપૂર્વક સ્વાગત કર્યું હતું. શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ પરમ પૂજય આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજને ભવ્યતા અને દિવ્યતા સભર વિશ્વ પ્રસિદ્ધ શ્રી મુકતજીવન સ્વામીબાપા સ્કોટીશ પાઈપ બેન્ડે આનંદમય સૂરાવલિના સૂરો રેલાવી પરમ ઉલ્લાસભેર સ્વાગત કરાયું હતું. 

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજની નિશ્રામાં યુ.કે.માં કુલ ૩૯ દિવસનું જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, બોલ્ટન, યુકેમાં ૧૩ દિવસનું જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ્ઞાનસત્રમાં સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રીમુખવાણી રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત ગ્રંથ તથા શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણ,શ્રીજીસ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણ, સમૂહ રાસ , ભકિત સંગીત વિગેરે વિવિધ ભક્તિ સભર કાર્યક્રમો પણ યોજાશે.

સ્વામિનારાયણબાપા સ્વામીબાપા, વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના દર્શન તથા આચાર્ય જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના પરમ સાનિધ્યે સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ આધ્યાત્મિક આનંદની અનુભૂતિથી જ્ઞાનસત્રનો લ્હાવો માણી રહ્યા છે. 

આ પાવનકારી પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, મંદિર એ મોક્ષનું દ્વાર છે. મંદિરમાં સેવા કરવાથી સર્વોપરી, સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનનો રાજીપો અપાર અપરંપાર મળે છે. ભગવાનની સેવા કરવાથી ભક્તોનાં મન નિમગ્ન રહે છે અને આનંદિત રહે છે. આવા દિવ્ય પાવનકારી અવસરનો હરિભક્તોએ ભકિતભાવ પૂર્વક હર્ષોલ્લાસભેર લ્હાવો લીધો હતો.















Comments